Back

ડાંગમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનાં મેન્ડેટ પર ચૂંટણી જંગમાં ઝંપલાવી વિજેતા બન્યા

ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં કાંગ્રેસનાં ખમતીધર નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપામાં જોડાયા બાદ ભાજપનાં મેન્ડેટ પર ચૂંટણી જંગમાં ઝંપલાવી જંગી મતોથી વિજેતા બન્યા

ડાંગ જિલ્લામાં વિધાનસભાની જંગી બહુમતી બાદ ભાજપ તરફી માહોલ બની ગયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારમાં  કેબિનેટ મંત્રી ગણપત વસાવા, અશોક ધોરજીયા, ગુજરાત પ્રદેશ પાર્ટી પ્રમુખ સી.આર.પાટીલે ડાંગમાં સભાઓ ગજવી હતી. કેબિનેટ મંત્રી ગણપત વસાવાની હસ્તે કોંગ્રેસમાં પોતાના વિસ્તારનાં મતદારોના કામ ન થતાં કોંગ્રેસનાં ખમતીધર નેતાઓ ભાજપામાં જોડાયા હતાં પરંતુ ભાજપ પાસે પોતાના ઉમેદવાર ન રહેતાં કોંગ્રેસ પક્ષના ખુરાંટ નેતાઓ કોંગ્રેસનાં મેન્ડેટ ઉપર વર્ષોથી લોકચાહના મેળવનાર નેતા એવા કોંગ્રેસનાં માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત, ચંદરભાઈ ગાવિત, લાલભાઈ ગાવીત, હરીશભાઈ બચ્છાવ, ભરતભાઈ ભોયે, લક્ષ્મીબેન ચૌધરી, નિલેશભાઈ બાગુલને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપતા ભાજપનાં મેન્ડેટ પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી હતી જેના પરિણામો જાહેર થતાં  કોંગ્રેસનાં આ તમામ ખમતીધર નેતાઓને મતદારોએ ખોબા ભરી ભરી મત આપતા ભાજપની ભવ્ય જીત થઈ હતી આ  કોંગ્રેસને રામ રામ કરી ભાજપનાં મેન્ડેટ પરથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ નેતાઓનો ભવ્ય વિજય થયો છે.જ્યારે ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મોતીલાલચૌધરીએ ડોન સીટ પર ઉમેદવારી કરી હતી જેઓનો કારમી હાર થયો છે જ્યારે તાલુકા પંચાયતની 48 માંથી 40 સીટો ભજપાએ કબ્જે કરી છે જ્યારે માત્ર 8 સીટો પર કોંગ્રેસનો વિજય થયો છે

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..