ડાંગમા નોંધાયા "કોરોના" ના નવા ચાર કેસ
ડાંગમા નોંધાયા "કોરોના" ના નવા ચાર કેસ નોંધાતા પોઝીટીવ કેસનો આંક 165 પર પહોચ્યો
ડાંગ:- મદન વૈષ્ણવ
"કોવિદ-૧૯"ની માર્ગદર્શક સૂચનાઓનુ ચુસ્તપણે પાલન કરવાની પ્રજાજનોનો અપીલ કરતુ આરોગ્ય વિભાગ ;
વઘઇ તા: ૪: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામા આજે ફરી "કોરોના"ના નવા ચાર કેસો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ડાંગ જિલ્લામા "કોરોના" ના છેલ્લા દર્દીને ગત તા.૨૮મી જાન્યુઆરી. ૨૦૨૧ એ રજા આપવામા આવી હતી. ત્યાર બાદ આશરે સવા મહિના પછી ફરી એકવાર ડાંગમા "કોરોના" ના કેસો સામે આવ્યા છે.
ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આજે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે એક ૫૮ વર્ષીય પુરુષ દર્દી સહીત ૩૬, ૩૧, અને ૨૫ વર્ષીય યુવકોના "કોરોના" ટેસ્ટ પોઝેટીવ આવ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગે ત્વરિત પગલાઓ હાથ ધરી, પ્રજાજનોને "કોવિદ-૧૯"ની માર્ગદર્શિકાનુ ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.
આજના ચાર નવા કેસો સાથે ડાંગ જિલ્લામા "કોવિદ-૧૯"ના કુલ ૧૬૫ કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાવા પામ્યા છે. જે પૈકી ૧૬૧મા દર્દીને આ અગાઉ જ ગત તા.૨૮/૧/૨૦૨૧ ના દિને હોસ્પીટલમાથી રજા આપવામા આવી હતી. ત્યાર બાદ આજની તારીખે જિલ્લામા ૪ એક્ટીવ કેસો નોંધવા પામ્યા છે.
ડો.ડી.સી.ગામીતના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાંથી આજદિન સુધી આરોગ્ય વિભાગ દ્વારા ૩૪,૭૬૮ સેમ્પલ લેવામા આવ્યા છે. જે પૈકી આજે લેવાયેલા ૮૮ એન્ટીજન ટેસ્ટમાથી ૪ કેસો પોઝેટીવ નોંધાયા છે. આ અગાઉ ડાંગ જિલ્લામા ૬૪૫૫ જેટલી વ્યક્તિઓને જે તે સમયે કવોરોન્ટાઈન કરવામા આવી હતી. જેમના કવોરોન્ટાઈન પૂર્ણ થઇ ચુક્યા છે, એમ પણ તેમને વધુમા જણાવ્યુ છે.
-



