Back

ઉદય સેવા સંસ્થા ભિલોડા અને સમતા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ભિલોડા મુકામે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ઉદય સેવા સંસ્થા ભિલોડા અને સમતા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ભિલોડા મુકામે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો 

આજ રોજ અંધજન મંડળ,સમતા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ,ઉદય સેવા સંસ્થાન ભિલોડા તથા વીર ભાથીજી મહારાજ મહાકાલી ટ્રસ્ટ નવા વસવાટ દ્રારા ભાથીજી મહારાજના મંદિરે મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૫ દર્દી ઓની આંખો ની તપાસ કરવામાં આવી હતી અને ૧૫ દર્દી ને મોતિયો હોય ઓપરેશન માટે બારેજા ખાતે લઇ જવામાં આવશે તથા જરુરીયાત મંદને મફત દવા આપવામાં આવેલ હતી અને નંબર વાળા ચશ્મા રાહતદરે આપેલ છે.સંસ્થાના જીતેન્દ્ર ભાટિયા એડવોકેટ, શંકરલાલ નિનામા, રાજુભાઈ પટેલ, બિપીનભાઈ પ્રજાપતિ તથા મંદિર ટ્રસ્ટના રમેશભાઈ પરમાર અને અરવિંદ કોટવાલ હાજર રહ્યા હતા.

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..