Back

રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષાને લઈને સરઘસ તથા રેલી કાઢવા પર પ્રતિબંધિત હુકમો જાહરે કરાયા

અહેવાલ:ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી 

           ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાવાની છે . જે અંતર્ગત અરવલ્લીના મોડાસા તાલુકાના જુદા જુદા સેન્ટરો પર આગામી સમયમાં તા. ૭ માર્ચ ૨૦૨૧ ના રોજ સવારે ૧૧.૦૦  થી બપોરે ૦૧.૦૦ કલાકે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાનાર છે. જેમાં મોડાસાના ૧૭ સેન્ટરો પર પરીક્ષા લેવાશે. જે અંતર્ગત મોડાસામાં પરીક્ષા સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસાર સી. આર. પી. સી. ની. કલમ-૧૪૪ મુજબ પ્રતિબધિત હુકમો જાહેર કરાયા.  

            આર.જે.વલવી. જી.એ.એસ. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,અરવલ્લી,મોડાસા,ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ અરવલ્લી જિલ્લાના વિવિધ કેન્દ્રો પર આગામી સમયમાં તા.૭ માર્ચ ૨૦૨૧ના સવારના ૧૧.૦૦ કલાક થી બપોરના ૦૧.૦૦ કલાક દરમિયાન ગુજરાત સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની પ્રિલિમિનરી પરીક્ષા યોજાનાર છે. જેને પગલે પરીક્ષા સમય દરમિયાન તથા પરીક્ષા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અરવલ્લી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની સીમાથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ પરીક્ષા સમયે મોબાઈલ,સેલ્યુલર ફોન,પેજર,કાર્ડલેસ ફોન, સ્માર્ટ વૉચ,ટેબલેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લઈ જઇ શકશે નહીં. પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવું નહીં અથવા ભેગા થવું નહીં કે સૂત્રો ઉચ્ચારવા નહીં કે સરઘસ અથવા રેલી કાઢવી નહીં. પથ્થર કે અન્ય પદાર્થ લઈ જવા નહીં તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર સુધીની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા. 

             આ હુકમોનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે તથા ક્ષેત્રાધિકાર ધરાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર દરજ્જાથી ઉતરતા ન હોય તેવા અધિકારીશ્રી ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે. 


મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..