Back

ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જનાદેશને સ્વીકાર્યો.

ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જનાદેશને સ્વીકાર્યો.


અહેવાલ,સતિષભાઈ દેશમુખ


        સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી નું પરિણામ જાહેર થયા ની સાથે ભરૂચ અને નર્મદા જિલ્લામાં સૌને અચંબિત કરી નાખ્યાં છે ખાસ કરીને ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના ગઢ ગણાતા ભરૂચ જિલ્લા પંચાયત અને વાલીયા નેત્રંગ અને ઝઘડિયા તાલુકા પંચાયત માં ભારતીય ટ્રાઈબલ પાર્ટી તેમજ છોટુભાઈ વસાવા નો ઘણા વર્ષો થી કબ્જો હતો તેવી બેઠકો પર પણ આ ચૂંટણી માં ભારતીય ટ્રાઈબલ પાર્ટી ને હાર નો સામનો કરવો પડ્યો હતો.  જેમાં વાલીયા તાલુકા પંચાયત માં ૧૬ માં થી માત્ર ૩ બેઠક અને ઝઘડિયા તાલુકા પંચાયત માં ૨૨ માં થી ૩ બેઠક અને નેત્રંગ તાલુકા પંચાયત ની ૧૬ માંથી માત્ર ૫ જ બેઠક ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના ખોળે ગઈ હતી 


      ભારતીય ટ્રાઈબલ પાર્ટી ની મોટી હાર સ્વરૂપે છોટુભાઈ ના જ પુત્ર દિલિપભાઈ વસાવા રાજપારડી જિલ્લા પંચાયત ની બેઠક પર થી હાર્યા બીજી તરફ  તેમના કદાવર નેતા ગણાતા અનિલભાઈ ભગત વાલીયા જિલ્લા પંચાયત ની બેઠક પર થી હાર્યા હતા ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જનાદેશને સ્વીકાર્યો હતો પરંતુ આડકતરી રીતે ફરિ તેમને ઇવીએમ પર નિશાનો સાધ્યો હતો અને જણાવ્યું કે આટલી બધી મોઘવારી અને ખેડૂત આંદોલન ને જોતા સમગ્ર ગુજરાત માં ભાજપ ને આટલું સમર્થન જોતા ઇવીએમ માં ગડબડ કર્યા હોવાનો આરોપ લગાવ્યા હતા અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવા હાઈકોર્ટ જવાની ચીમકી પણ આપી હતી.

વાલિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..