Back

ટંકારા તાલુકા તલાટી મંડળ દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવા ગાંધીનગર રજૂઆત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકા તલાટી મંડળ દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવા અંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી આ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા એક માસથી પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે વર્ગ-3ના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થયો નથી. કોરોનાની કપરી પરિસ્થિતિના બહાના હેઠળ એક વર્ષથી અટકાવેલું મોંઘવારી ભથ્થું ઝડપથી મોંઘવારી વધતી હોવા છતાં આપવામાં ન આવે તો ક્યારે આપવામાં આવશે? તો હાલમાં બજેટસત્રમાં સરકાર શ્રી  મોંઘવારી ભથ્થામાં વધારો  રજુ કરી અમલવારી કરવા અપીલ કરવામાં આવી છે

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..