ડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓ માટે વેકશીન કાર્યક્રમ યોજાયો..
ડાંગ:-મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓ માટે વેકશીન કાર્યક્રમ યોજાયો..
ડાંગ જિલ્લામાં આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની 3 સી.એચ.સી, 10 પી.એચ.સી અને આહવા હોસ્પિટલ ખાતે વેકશીન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં 60 વર્ષથી વધારે વયનાં લોકોને વેકેશન આપવામાં આવી હતી..
પ્રાપ્ત વિગતો અનુસાર દેશભરમાં આજ સિનિયર સિટીઝન માટે વેકશીનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.આજરોજ વડા પ્રધાન મોદી સહિત દેશનાં અલગ અલગ વિસ્તારમાં વયસ્ક નેતાઓએ કોરોનાંની વેકશીનનો પ્રથમ ડોઝ લીધો હતો.ત્યારે ડાંગ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા 3 સી.એચ.સી, 10 પી.એચ.સી સેન્ટર અને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે વેકેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આહવા સિવિલ હોસ્પિટલ, એ.એચ.સી તેમજ પી.એચ.સી ખાતે આરોગ્યકર્મીઓ દ્વારા વૃદ્ધ વ્યક્તિઓને વેકશીનનો ડોઝ આપ્યો હતો.60 થી વધુ સિનિયર સિટીઝન ધરાવતાં 130 લોકોને કોરોનાં વેકેશનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.જોકે વેકશીનનાં કાર્યક્રમ દરમિયાન કોઈપણ વ્યક્તિ ઉપર વેકેશનની આડઅસર જણાઈ ન હતી.આ કાર્યક્રમ આગામી દિવસો સુધી ચાલુ રહેશે તેમ આરોગ્ય વિભાગ તથા ડાંગ વહીવટી તંત્ર દ્વારા માહિતી મળી હતી...





