આહવા ના દંડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્વયં સેવકો ના હસ્તે નિસ્વાર્થ માનવ સેવા મહેકાવી.
ડાંગ;-મદન વૈષ્ણવ
આહવા ના દંડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્વયં સેવકો ના હસ્તે નિસ્વાર્થ માનવ સેવા મહેકાવી.
" રક્ત દાન મહા દાન " જરૂરિયાત ધરાવતા દર્દીઓ પ્રત્યે માનવ સંવેદના દાખવીને તેઓને તાત્કાલિક સેવા ઉપલબ્ધ કરાવવાની નેમ " સેવા એજ ધર્મ" સાથે કામ કરી રહ્યું છે. તથા કોઈ પણ સેવાકિય કાર્ય કરવા તત્પર રહે છે, ત્યારે. તા ૨૮. ના રોજ ચિંચલી ગામના વતની ૪૦ વર્ષિય રેખાબેન રમેશભાઈ બરડેને આખા શરીર પર સોજા આવી જતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે લાવવામાં આવ્યા જ્યાં તબીબોએ દર્દીને લોહી ચડાવવાની જરૂરિયાત હોવાનું જણાવ્યુ , જેથી પરિવારે આહવાના દંડકેશ્વર સ્વયં સેવકો નો સંપર્ક કર્યો અને તાત્કાલિક બ્લડ જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જેથી દંડકેશ્વર મહાદેવ મંદિર ના સ્વયં સેવકો AB+ બ્લડની ૨ બોટલ વલસાડ જઈ ૧૦૮ ની જેમ તાત્કાલિક વ્યવસ્થા કરી આપી હતી અને હોસ્પિટલ માં દર્દી ને રૂબરૂ જઈને બ્લડ સોંપ્યું હતું.અને ત્યાર બાદ ડોકટરો એ આગળની સારવાર શરૂ કરી, ડાંગ જિલ્લો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવે છે જ્યાં લોકોને રોજિંદા જીવનમાં રોજી રોટી માટે ભારે જહેમત ઉઠાવી પડતી હોય છે આ દર્દી ની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી દર્દી તથા દર્દી ના સગા ને જમવાની ટીફિન વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી ,માટે આ સેવાર્થી સેવા ભાવ દંડકેશ્વર મહાદેવ મંદિર ના સ્વંસેવકોને વંદન છે અને આવી રીતે સમાજ સેવા દીપ પ્રજ્વલિત રહે એવી હાર્દિક શુભેચ્છાઓ



