Back

કાલોલ તાલુકા પંચાયતની બેઠકો ઉપર સરેરાશ મતદાનની ટકાવારીમાં પુરુષ મતદારોએ બાજી મારી

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા


કાલોલ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટીસંખ્યામાં મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જેમાં કાલોલ તાલુકા પંચાયતની 22 બેઠકો ઉપર સરેરાશ 66.82 ટકા અને જિલ્લા પંચાયતની 5 બેઠકો ઉપર સરેરાશ 66.36 ટકા તાલુકાના વિવિધ બુથો પર મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં તાલુકા પંચાયતની બેઠકો ઉપર પુરુષોની ટકાવારી વધારે જોવા મળી હતી જેમાં પુરુષ મતદારોએ સરેરાશ 69.38 ટકા અને મહિલા મતદારોનું સરેરાશ 64.07 ટકા જેટલો મતદાન નોંધાયું હતું

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..