Back

રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ રસીકરણના ત્રીજા તબક્કાનો શુભારંભ

રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ રસીકરણના ત્રીજા તબક્કાનો શુભારંભ

 

વિશ્વ આખું જ્યારે કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે ઘણા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી એવી મહામુલી કોરોના વેકસીન અથાગ પ્રયત્નો પછી તૈયાર થઈ જતાં તબક્કાવાર વેક્સિન આપવાની શરૂઆત થયેલ જે અંતર્ગત ત્રીજા તબક્કાના કોવિડ રસીકરણની શરૂઆત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ,ઈએમઓ ડૉ.એ.કે.સિંઘ અને રસીકરણ અધિકારી ડૉ.આર.કે.જાટ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના રૂરલ અને અર્બન એરિયામાં થઈ જેમાં ૬૦ વર્ષથી ઉપરના તમામ લોકો અને ૪૫ થી ૬૦ વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને સરકાર દ્વારા કોઈપણ પ્રકારના ચાર્જ વગર તદ્દન નિઃશુલ્ક કોવિડ રસીકરણ કરવામાં આવશે અને ૨૮ દિવસના અંતરે બીજો ડોઝ આપવાનો હોય છે જેનાથી લાભાર્થી વ્યક્તિના શરીરમાં આ રોગ સામે વેક્સિન દ્વારા પ્રતિકારક શક્તિ આવે છે અને કોરોના જેવી ગંભીર બિમારી થતી અટકાવી શકાય છે અને "સારવાર કરતાં અટકાયત" એ ઉપાય હંમેશા મેડિકલ સાયન્સમાં રામબાણ ઈલાજ સાબિત થતું હોય છે તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા અને તેમની મેડિકલ ટીમ દ્વારા સુંદર કામગીરી કરતા હોય વેક્સિન લેવા માટે લોકોમાં પણ ઉત્સાહ અને સાથ સહકાર મળી રહેલ છે યાદીમા જણાવેલ છે.

યોગેશ કાનાબાર

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..