રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં અઢળક ગેરકાયદેસર નળ કનેક્શન : કોના આશીર્વાદ ??? તાપસ નો વિષય
રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં અઢળક ગેરકાયદેસર નળ કનેક્શન : કોના આશીર્વાદ ??? તાપસ નો વિષય
આડેધડ મળતીયાઓ મફત કનેક્શન વાપરે : વેરા વધારા નો માર ભોળી પ્રજા ભોગવે : વાહ !!!!
રાજપીપળા : જુનેદ ખત્રી
તાજેતરમાં જ રાજપીપળા નગરપાલિકા ની ચૂંટણીઓ સંપન્ન થઈ જેમાં વેરો વધારો , સ્વચ્છતા, પાણી વગેરે મુદ્દાઓ છવાયા હતા ત્યારે રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં અઢળક ગેરકાયદેસર નળ કનેક્શનો હોવાની બુમ ઉઠી છે જેથી મળતીયાઓ મફતિયા પાણી વાપરે અને એ ખાડો ભોળી પ્રજા પાસે વેરો વધારી ને વસુલ કરાય આ કેવું સંચાલન ??? એવા સવાલો પ્રજામાંથી ઉઠી રહ્યા છે
આ બાબતે ન્યાયિક તાપસ થાય તેમજ મફતિયાઓ ઉપર કોના આશીર્વાદ છે ?? તે પણ તાપસ થવી જોઈએ અને કાયદેસર કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્ય માં આવા ન્યુસન્સ અટકે તેવી લોક માંગ ઉઠી છે



