Back

વાહ રે પશુ ભક્તો...! ઘણખૂટ ના કપાળ મા ભાજપની મોર મારી ચૂંટણી પ્રચાર કર્યો!? કે વિરોધી નું કૃત્ય : જિલ્લા કક્ષાના અધિકારીઓ ઊંઘમાં જ રહ્યા?

હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આવતીકાલે મતદાન થવાનું છે તે પહેલાં જ ચૂંટણી લક્ષ્ય કામગીરી કરનાર 

મોરબી શહેર જિલ્લાકક્ષાના ચૂંટણી લક્ષી અધિકારીઓએ માત્ર સમયમર્યાદા પૂરતું જ ફરજ બજાવી હોય તેમ મોટાભાગે મોરબી શહેર જિલ્લામાં મતદાર પ્રજા એ અનુભવ્યું છે પાલિકા ના વોર્ડ નંબર 1 ના ઉમેદવાર સેવાસદન કચેરી ચૂંટણી જંગના બદલે છૂટા હાથે જંગ શરૂ કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જે ચૂંટણી કક્ષાના અધિકારીઓની બેદરકારી નહીં તો શું? પ્રતિષ્ઠિત પ્રમાણિક પ્રજાહિત કાર્ય કરી શકે તેવા પ્રજાના પ્રતિનિધિ ઉમેદવાર ને કાયદાકીય અને ચૂંટણીલક્ષી નીતિનિયમો ધારાધોરણો નું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને કાયદો-વ્યવસ્થા તોડનાર આચારસંહિતા ભંગ કરનાર સામે પણ કાયદાનું શાસ્ત્ર  ઠંડુ પડીયુ હોય તેમ સરાજાહેર સરકારી કચેરીમાં છુટા હાથ નું યુદ્ધ પ્રકાશમાં આવ્યું છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે આચાર સહિતા લગાડવામાં આવી હોય તે ભંગ બદલ મોટાભાગના રાજકીય ઉમેદવારો અને પ્રચાર-પ્રસાર ના પડઘમ શમી ગયા બાદ પણ બેનર હોર્ડિંગ્સ બોર્ડ જાહેર માર્ગોપર જાહેરનામાનો ભંગ કરતા લાગ્યા હોય એ  સરકારી અધિકારીઓની નિષ્ક્રિયતા નહીં તો શું!? તેવા પ્રશ્નો હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચર્ચાના ચગડોળે ચડયા છે જેમાં તકવાદી સત્તા લાલચુ એ હદ નો આટો વાળી દીધો હોય તેમ અબોલ પશુ પર રાજકીય સિમ્બોલ નું સ્ટીકર લગાડી જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે જે ધણખુટ મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં આવેલા વિરપર ગામ ના વિસ્તારમાં ભાજપના સિમ્બોલ નું સ્ટીકર તસ્વીર મા નજરે પડે છે  જેથી વિકાસ લક્ષી સરકારના મંત્રીઓ અને જિલ્લા ઉચ્ચ અધિકારીઓએ આવા ફરજ બેદરકારી  બદલ કર્મચારીઓ પર કાયદાનું શાસ્ત્ર ઉડાવી સાચી લોકશાહી હત્યા કરતા અટકાવવા જોઈએ જો આમ જ બેદરકારી અને બે જિમ્મેદારી પૂર્વ જિલ્લા કક્ષાના અધિકારીઓ આંખ આડા કાન કરે તો સામાન્ય મતદાર પ્રજાનું શું? સરકારી વાહનચાલકો ચાલુ વાહન મોબાઇલ ફોન પર વાતો કરતા હોય તેવાં ડ્રાઇવર અધિકારીઓ એવો જ રાખવી જોઈએ અને સરકારી કર્મચારીએ ફરજ ના ભાગે પ્રજાહિત કાર્ય કરવું જોઈએ હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે તકવાદી રાજકીય લોકો એ નિર્દોષ અબોલ પશુ પર રાજકીય સિમ્બોલ મારી પોતાની અક્કલનું પ્રદર્શન કર્યું છે તેવા વ્યક્તિઓ સામે પણ ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે તપાસનો ધમધમાટ કરી આવા માનસિક વિચારી શખ્સો સામે પગલાં લેવા જોઈએ હાલ જે નિર્દોષ પશુ પર જે સિમ્બોલ મારવામાં આવ્યું છે તે ભાજપનું છે કે ભાજપ વિરોધી લોકોએ માર્યું છે તેની તપાસ આજના આધુનિક યુગમાં ઝડપથી અને સરળતાથી થવી જોઈએ તેનું નામ વિકાસ કહેવાય 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..