Back

ધોરાજીમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

(અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી)

ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ઈમ્પીરીયલ સાયન્સ સ્કુલ પાસે ગઈકાલે ધોરાજીના વિનય મીલ પાસે રહેતા ઝરીનાબેન અને અહેમદભાઈ બન્ને બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..