Back

સિદ્ધી: ધાનેરાના હડતાની ખેડૂત દીકરી તલવારબાજીમાં રાજ્યમાં પ્રથમ ક્રમે રહી ગોલ્ડ મેડલ મેળવ્યો

   રિપોર્ટર.કાળાભાઈ ચૌધરી ધાનેરા

    ધાનેરા તાલુકાના હડતા ગામ ની દિકરી થોડા સમય પહેલાં રાજ્ય લેવલની સ્ટેટ ફેન્સિંગ ચેમ્પિયનશીપ આણંદમાં ચરોતર પ્રદેશ આર્ય સમાજ સંકુલમાં યોજાઇ હતી. જેમાં ધાનેરાના હડતા ગામની ખેડૂત દિકરી તલવારબાજીમાં રાજ્યમાં પ્રથમ ક્રમે રહી ગોલ્ડમેડલ મેળવ્યો હતો. ધાનેરા તાલુકાના હડતા ગામના ખેડૂત રત્નાભાઇ ચૌધરીની દિકરી શિલ્પાબેન ગાંધીનગર જે.એમ.કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. ત્યાંના વ્યાયામ શિક્ષક અને કોચ એવા કિંજલબેન ઠાકોરના સાનિધ્યમાં શિલ્પાએ તલવાર બાજીમાં રૂચી રાખતા તે રમત-ગમતમાં તમામ વખતે ભાગ લેવા લાગી હતી. ત્યારે થોડા સમય પહેલા રાજ્ય લેવલની સ્ટેટ ફેન્સિંગ ચેમ્પિયનશીપ આણંદ ખાતે આવેલ ચરોતર પ્રદેશ આર્ય સમાજ સંકુલ ખાતે યોજાઇ હતી.

જેમાં રાજ્યના તમામ જીલ્લામાંથી સબ જુનિયર સ્ટેટ ફેન્સિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીનીઓ આવી હતી. જેમાં શ્રી જે.એમ.કન્યા વિદ્યાલય ગાંધીનગર ખાતેથી શિલ્પાબેન રત્નાભાઇ ચૌધરીએ પણ ભાગ લીધો હતો અને તે રાજ્યમાં પ્રથમ ક્રમે રહી હતી અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જેથી આ વિદ્યાર્થીનીએ સ્કુલની સાથે-સાથે બનાસકાંઠા જીલ્લા અને ધાનેરા તાલુકાનું નામ પણ રોશન કરતા વિદ્યાર્થીની શિલ્પાબેનને તથા તેના પિતાને ધાનેરાના અગ્રણી અને ધારાસભ્ય નથાભાઇ પટેલે અભિનંદન પાઠવ્યા હતા. આ અંગે કોચ કિંજલબેન ઠાકોરે જણાવ્યું હતું કે ‘આ વિદ્યાર્થીનીએ રાજ્ય લેવલે પ્રથમ રહી છે અને આગામી 24 થી 26 માર્ચમાં ઓરિસ્સાના કટક ખાતે નેશનલ કક્ષાની ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્ય વતી તે ભાગ લેવા માટે જનાર છે.’

ફેન્સિંગ રમત શું છે
ફેન્સિંગ રમત બે ફેન્સર વચ્ચે રમાય છે. બંને ફેન્સર વિરોધી પર હુમલો કરવા અને સ્વબચાવ કરવા તલવારોનો ઉપયોગ કરે છે. આ એક તલવાર લગાડવાની રમત છે. જ્યાં બે ફેન્સર તેમની તલવારની મદદ સાથે એકબીજાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે.

ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..