Back

મોરબી : મતદાન મથકો ઉપર બોગસ વોટિંગ ન થાય તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ

09-કણકોટ સીટના મતદાન મથકો ઉપર બોગસ વોટિંગ ન થાય એ બાબતે અર્જુનસિંહ વાળાએ જિલ્લા કલેક્ટરને કરી રજુવાત. 

વાંકાનેર; સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના ઢોલ-નગારના પડઘમ શાંત પડી ગયા છે.આવતી કાલે સવારથી મતદાન કરવા લોકો મતદાન મથકો ઉપર જાશે ત્યારે ઘણી જગ્યાએ બોગસ વોટિંગ કરવામાં આવતું હોય એવા ન્યૂઝ,વિડીયો વાઇરલ થતા હોય છે. જે અનુસંધાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અર્જુનસિંહ વાળા દ્વારા મતદાન પહેલા જ શૉસિયલ મીડિયા થકી મામલદાર વાંકાનેર, તેમજ જિલ્લા કલેકટરને બોગસ મતદાન ન થાય એ બાબતે તકેદારી રાખવા નમ્ર અપીલ કરી.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..