Back

ધોરાજીમાં પંચાયતોની ચુંટણી અન્વયે ૩૦૦૦થી વધુ જવાનોનો બંદોબસ્ત

(અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી)

ધોરાજી સહિત તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ચુંટણી અન્વયે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ધોરાજીની તાલુકા પંચાયત, રાજકોટ જીલ્લા પંચાયતની ચુંટણી શાતિપૂર્ણ વાતાવરણ વચ્ચે યોજાય કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે જીલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ધોરાજી તાલુકા પંચાયત, રાજકોટ જીલ્લા પંચાયતની ચુંટણીમાં મતદાન મથકો ખાતે પોલીસ તંત્ર દ્વારા ૩૦૦૦ પોલીસ, હોમગાર્ડ તેમજ જી.આર.ડી સહિતના જવાનો ગોઠવાશે આ અંગે જીલ્લા પોલીસે વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે લોકો નિર્ભિક પણે મતદાન કરી શકે તે માટે સજ્જડ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે મોબાઈલ પેટ્રોલિંગ વાન દ્વારા સતત મોનિટરિંગ કરાશે રાજકોટ જીલ્લા વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્તનું સુપરવિઝન નાયબ પોલીસ વડા કક્ષાના ૪ અધિકારીઓ કરશે સુરક્ષા બંદોબસ્તમાં સ્ટ્રાઈકિંગ ફોર્સ કે જેમાં રૂરલ એલ.સી.બી ટીમ એસ.ઓ.જી અને સી.આઈ.એસ.એફનો સમાવેશ થાય છે તેમની સાથે એસ.પી જોડાશે.


(કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક)


કલેક્ટર રેમ્યા મોહન, એસ.પી મીણાએ ચુંટણી કામગીરીની સમીક્ષા કરી હતી અને સાથે સાથે નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે મતગણતરી સ્ટ્રોંગરૂમનું નિરીક્ષણ કર્યું હતું આ તકે રેમ્યા મોહને વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી હતી ધોરાજીના કલેક્ટર મીયાણીએ જણાવ્યું હતું કે ૧૨૦૦ કર્મચારીનો સ્ટાફ ચુંટણીની કામગીરીમાં જોડાશે દરેક મતદાન મથકો પર આરોગ્યની ટીમ તૈનાત રહેશે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..