Back

કેશોદ નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ એ ભાજપ ને કરી અલવિદા

કેશોદ નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ નું ભાજપ માં થી રાજીનામું આપ્યું...


      કેશોદ ભાજપના સંગઠન દ્વારા પક્ષપાતી વલણ દાખવવામાં આવતું હોવાનો કર્યો આક્ષેપ...


                 કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સભા કરીને ગયાં અને મતદાન ને ગણતરીના કલાકો બાકી છે ત્યારે કેશોદ નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ ભાજપ માં થી રાજીનામું આપી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કેશોદના પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા વર્ષ ૧૯૯૨ થી ભાજપા માં જોડાયેલા હતાં અને કેશોદ નગરપાલિકામાં બે ટર્મથી નગરપાલિકા નાં સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ છેલ્લાં અઢી વર્ષ સુધી કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ તરીકે શહેરમાં વિકાસકાર્યો પુર્ણ કર્યા હતા. કેશોદ નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ જણાવ્યું હતું કે છેલ્લાં અઢી માસથી શહેર ભાજપના સંગઠન દ્વારા શહેરના પ્રથમ નાગરિક હોવાં ઉપરાંત કેશોદ વેપારી મહામંડળ નાં પ્રમુખ હોવાં છતાં માન સન્માન આપવાને બદલે સાઈડલાઈન કરવામાં આવતાં સંગઠન નાં માનસિક ત્રાસ વધી જતાં પોતાનાં આત્મસન્માન જાળવવા રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. કેશોદ નગરપાલિકા મત વિસ્તારના દરેક વોર્ડમાં ટિકિટ ફાળવણી કરવાથી નારાજગી હોવાનો આક્ષેપ કર્યો હતો. કેશોદ ભાજપના સંગઠન નાં જવાબદાર પ્રમુખ મહામંત્રી દ્વારા મનમાની ચલાવી પક્ષને નુકસાન થાય છે અને શહેર પ્રમુખ વિરૂદ્ધ એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યાં હતાં જે કેસ હજું પણ ચાલું છે. કેશોદના ધારાસભ્ય અને જીલ્લા નાં આગેવાનો ને પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ ભાજપ ને અલવિદા કર્યાની કરી જાણ થી આગેવાનો માં હડકંપ મચી ગયો છે. કેશોદ નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ મતદારો ને અપીલ કરી છે કે સારાં કામ કરી શકે એવાં વ્યક્તિઓને મત આપવાની અપીલ કરી છે. ભાજપા ને અલવિદા કર્યા બાદ અન્ય રાજકીય પક્ષ માં ન જોડાવાનું જણાવી વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં સંગઠન માં ફેરફાર કરવામાં આવશે ત્યારે ફરીથી ભાજપા માં સક્રિય થશે. કેશોદ નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા નાં ભાજપા પક્ષ માં થી રાજીનામું આપ્યાં પછીના પરિણામો આવનારાં દિવસોમાં ખબર પડશે.

કેશોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..