Back

અજંતા ગૃપના પ્રવિણભાઈ ભાલોડિયા દ્વારા રામમંદિર નિર્માણ માટે સર્વાધિક 51 લાખ નિઘિ સમર્પણ કરી

રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે સમગ્ર મોરબી જીલ્લાના નાના મોટા સૌ રામભક્તોએ પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે આજે મોરબીના જાણીતા ઉધોગગૃહ અજંતા ગૃપના પ્રવિણભાઈ ભાલોડિયાએ પોતાના સર્વે પરિવારજનોની હાજરીમાં આજે સર્વાધિક 51 લાખ નિધી સમર્પણ કર્યુ હતું આ પ્રસંગે પ્રવિણભાઈની સાથે પરિવારજનો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી માનનીય ડો જયંતિભાઈ ભાડેસીઆ, લલિતભાઈ ભાલોડિયા, મહેશભાઈ બોપલીયા, રામનારાયણભાઈ દવે, કિશોરભાઈ ભાલોડિયા, મુકેશભાઈ ઉઘરેજા, હરજીવનભાઈ ઘોડાસરા, સુરેશભાઈ સોરીયા, શૈલેશભાઈ ઝાલરીયા, રમેશભાઈ પંડ્યા, મહેન્દ્રભાઈ સવસાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ નિધી સમર્પણ માટે આનંદ સાથે દાતા પરિવારને રામભક્તિ માટે અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..