Back

અબડાસા તાલુકા પંચાયત બેઠક પર અંતિમ તબક્કે યાકુબ મુતવાનો ઝંઝાવાતી પ્રચાર

બ્યુરો ચીફ બિમલ માંકડ

રિપોર્ટર ગૌતમ બુચિયા દ્વારા

નલીયા તા.૨૬ : અબડાસા તાલુકા પંચાયતની નરેડી અને કોઠારા બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારે રસાકસીનો માહોલ સર્જાયો છે.હવે પ્રચાર પ્રસારનું પડઘમ શાંત પડવામાં કલાકો બાકી રહ્યા છે ત્યારે છેલ્લી ઘડીએ નખત્રાણાના યુવા રાજકીય અગ્રણી યાકુબ મુતવાએ પ્રચાર ઝૂંબેશમાં ઝંપલાવતા રાજકીય માહોલ ગરમાયો છે.ગત દિવસોમાં અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં બીએમપી પાર્ટીમાંથી ઉમેદવારી કરી ભાજપ-કોંગ્રેસના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.યુવા વક્તા તરીકે ખ્યાતિ મેળવનાર યાકુબ મુતવાએ નરેડી બેઠકના ઉમેદવાર ઈમતીયાનાબેન અબ્દુલગફુર હાલેપોત્રાના સમર્થનમાં પ્રચાર શરૂ કરતાં અંતિમ તબક્કામાં પહોંચેલા પ્રચાર જંગમાં નવો વળાંક આવવાની સાથે અનેક ધૂરંધરોની રાજકીય બાજી બગડી શકે છે તેવી ચર્ચા જોર પકડ્યું છે.અનેક મુદ્દાઓને આધારિત પ્રચાર કરતાં યાકુબ મુતવા અને હીરજી સીજુને મોટી સંખ્યામાં લોકોનું આવકાર મળ્યો હતો.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..