Back

રાજપીપળા પાલિકા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી પરત ખેંચનાર ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષા ગાંધીને મળ્યું પ્રમોશન

રાજપીપળા પાલિકા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી પરત ખેંચનાર ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષા ગાંધીને મળ્યું પ્રમોશન

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં વહેંચણી મુદ્દે ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો. નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારોએ પક્ષ વિરુદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી, મતદાન યોજાય એ પહલા જ ભાજપે પક્ષ વિરોધી કાર્ય કરતા 8 કાર્યકર્તાનો પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જો કે અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પાર્ટીના હિતમાં ઉમેદવારી પરત કરનારાને ઇનામ સ્વરૂપે પ્રમોશન પણ અપાયું છે.

નર્મદા જિલ્લા ભાજપ સંગઠનને પક્ષના હિતમાં અપક્ષ ઉમેદવારોની ઉમેદવારી પરત ખેંચાવવામાં સફળતા મળી હતી. હવે ભાજપના જે બળવાખોર હોદ્દેદારોએ પોતાની ઉમેદવારી પરત ન ખેંચતા સંગઠને પ્રદેશ સંગઠનમાં એમની ફરિયાદ કરી હતી. ગુજરાત પ્રદેશ સંગઠનના આદેશ મુજબ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે રાજપીપળા પાલિકા વોર્ડ 5માંથી અપક્ષ ઉમેદવારી કરનારા નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી ઈરફાન આરબ, વોર્ડ 7માંથી અપક્ષ ઉમેદવારી કરનાર સરોજબેન તડવીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જ્યારે મોહનભાઇ સનાભાઈ તડવી, સાગબારા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ગુંજન છગનભાઈ વસાવા, ખુમાનસિંહ છીડીયાભાઈ વસાવા, કિરણસિંહ પરમાર, રાજુભાઈ ભલાભાઈ રોહિત, નાંદોદ તાલુકા ભાજપ સંગઠન મંત્રી ગોવિંદભાઈ છોટાભાઈ વસાવાને ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

રાજપીપળા પાલિકા ચૂંટણીમાં વોર્ડ 5માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષાબેન ગાંધીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી, એના ઈનામ સ્વરૂપે ભાજપે એમને નર્મદા જિલ્લા ભાજપ મંત્રી તરીકે પ્રમોશન આપ્યુ હતુ, તો રાજપીપળા પાલિકા ભાજપના પૂર્વ જીગીશા ભટ્ટને આ વખતે ટિકિટ મળી ન હતી તો એમને પણ નર્મદા જિલ્લા ભાજપ મંત્રીનો હોદ્દો અપાયો હતો

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..