Back

મચ્છુ ૧ કેનાલમાં ગાબડું પડતા પાણી રોડ પર ફરી વળ્યા

મચ્છુ ૧ સિંચાઈ યોજના અંતર્ગત નીકળતી કેનાલમાં સાઈ ફન તૂટી જવાથી ભંગાણ સર્જાયું હતું જે ભંગાણને પગલે કેનાલના પાણી રોડ પર ફરી વળ્યા હતા જેથી રોડ પર જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી

બનાવની મળતી માહિતી મુજબ મચ્છુ કેનાલમાં સાઈફન તૂટી જવાથી લજાઈ ગામ પાસે રોડ પર પાણી ફરી વળ્યા હતા હાઈવે ઓથોરીટી દ્વારા સાઈડ ગટરનું કામ ચાલતું હોય ત્યારે સાઈફન બાજુમાં ગાબડું પડ્યું હતું જેના પગલે કેનાલ ચાલુ હોવાથી કેનાલના પાણી રોડ પર ફરી વળ્યા....

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..