Back

તિલકવાડા તાલુકા પંચાયતની 16 સીટો માટે 49938 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

તિલકવાડા તાલુકા પંચાયતની 16 સીટો માટે 49938 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

વસીમ મેમણ તિલકવાડા

 તિલકવાડા તાલુકામાં તારીખ 28 ફેબ્રુઆરી 2021 ના રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી નું આયોજન કરવામાં આવેલ છે જે માટે તિલકવાડા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે  આગામી તારીખ 28 ફેબ્રુઆરી 2021 ને રવિવારના રોજ તિલકવાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી માટે મતદાન  માટે ની કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં તિલકવાડા તાલુકામાં 49938 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં તિલકવાડા  25776 પુરુષો અને 24162 મહિલાઓ મળી કુલ 49938 મતદારો નો સમાવેશ થાઇ છે

તિલકવાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..