Back

અરવલ્લી સ્થાનિક સ્વરાજ ચૂંટણીના મતદાન દિને કારખાના, સંસ્થાદ-સાઇટના શ્રમયોગીઓ મત આપી શકે તેવી વ્યવસ્થા કરવા અંગે

મોડાસા,અરવલ્લી તા. ૨૬ : અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી તા. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ યોજાનાર છે. જે અંતર્ગત જિલ્લામાં કારખાના ઘારા હેઠળ નોંઘાયેલ કારખાનાના શ્રમયોગી તેમજ ઘી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એકટ અન્વયે નોંઘણી થયેલ સંસ્થાગ/સાઇટના શ્રમયોગીઓ મતદાનના દિવસે  પોતાના મતાઘિકારનો ઉપયોગ કરી શકે, તે માટે કારખાના ઘારાની કલમ મુજબ, લોક પ્રતિનિઘિત્વ ઘારાની કલમ મુજબ, કારખાના ઘારા હેઠળ નોંઘાયેલ કારખાનાઓના શ્રમયોગીઓ તેમજ ઘી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રાકશન વર્કસ એકટ અન્વયે નોઘણી થયેલ  સંસ્થામ/સાઇટના શ્રમયોગીઓને ઉકત હેતું માટે મતદાન માટે વારાફરતી ત્રણ કલાક રજા આપવાની રહેશે.

      આ જોગવાઇ અનુસાર સંબંઘિત શ્રમયોગી/કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. મતદાનના દિવસે જો અઠવાડિક રજા હોય તો તેની અવેજી અન્ય દિવસે રજા આપવાની  રહેશે. જો કોઇ કારખાનેદાર/માલિક/નોકરી દાતા ઉપરોકત જોગવાઇથી વિરૂઘ્ઘનું વર્તન કરશે તો કાયદા હેઠળ દંડ તથા શિક્ષાને પાત્ર રહેશે 


મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..