Back

ફર્નિચરનું કામ કરવા આવેલ બિહારનો યુવક સગીરાને ભગાડી જતાં નોધાઇ ફરીયાદ કરાઇ

અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી 

બાયડ : બાયડ તાલુકાના ગામેથી બિહારનો યુવક સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ ફરીયાદીના ઘરની બાજુના નવિન મકાનમાં ફર્નિચરના કામ માટે બિહારથી એક યુવક આવ્યો હતો. જે બાદમાં નવરાશની પળોમાં તે ફરીયાદી અને તેમની બહેન સાથે વાતચીત કરતો હતો. આ દરમ્યાન ઇસમ સગીરાને લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે બિહાર ભગાડી ગયો હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સગીરાના ભાઇએ આરોપી ઇસમ સામે આંબલિયારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના એક ગામે સગીરાને ભગાડી જવાની ઘટના સામે આવી છે. ગામના એક મકાનમાં ફર્નિચરનું કામ ચાલુ હોઇ અમદાવાદના દિનેશભાઇ પંચાલે બિહારના રત્નેશ સુરેશભાઇ ઠાકુરને કામ સોંપ્યુ હતુ. આ દરમ્યાન રત્નેશ ઠાકુર અવાર-નવાર નવરાશની પળોમાં ફરીયાદી અને તેમની સગીર બહેન સાથે વાતચીત કરતો હતો. જોકે 15 ફેબ્રુઆરીના રોજ રત્નેશ ઠાકુર સગીરાને લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે પોતાની સાથે બિહાર ભગાડી ગયો હતો. આ તરફ તપાસ કરવા છતાં બંને નહીં મળતાં પરિજનોએ શોધખોળ હાથ ધરી હતી સૂત્રોએ જણાવ્યું હતુ કે, શંકાના આધારે સગીરાના ભાઇએ ફર્નિચરનું કામ જેને આપેલ તે દિનેશભાઇને પુછતાં ખબર પડી હતી કે, રત્નેશ ઠાકુર કોઇ છોકરીને લઇ બિહાર ગયો છે. જેથી દિનેશભાઇને બિહાર તેના ઘરે મોકલતાં સગીરા પણ ત્યાં જોવા મળતાં રત્નેશ ઠાકુરે લગ્ન કરવાની વાત કરી હતી. જેથી સગીરાના ભાઇએ રત્નેશ ઠાકુર સામે આંબલિયારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમ સામે આઇપીસી 363, 366 અને પોક્સો એક્ટની કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..