ગરબાડા તાલુકાના ઝરિબૂઝર્ગ ના નાડ ફળિયાના પાંચ વ્યક્તિઓ ઉપર મધમાખીઓનો અચાનક હુમલો
ગરબાડા તાલુકાના ઝરિબુઝર્ગ ગામના નાડ ફળિયામાં મધમાખીના હુમલાની ઘટના બની છે.પાંચ વ્યક્તિઓ ઉપર મધમાખીઓએ હુમલો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તા.૨૪ ના રોજ પાંચ વાગ્યાના samyev ઝરીબુઝગૅ ના નાડ ફળિયા મા રહેતા ફતેસિંહ કુકાભાઇ નળવાયા,રાધુભાઈ માનસિંહભાઈ નળવાયા, મહેશભાઈ મંગાંભાઈ ગોહિલ, મડીબેન પાંગળા ભાઈ નાળવયા તથા અલ્પેશભાઈ ઝણીયા ટ્રેકટરમાં ખેતરમાથી ઘઉં ભરવા ગયા હતા ત્યારે એક ખેતર માથી ઘઉં ભરી ટ્રેક્ટર બીજા ખેતરમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે વૃક્ષ નીચે થી ટ્રેકટર પસાર થઈ રહ્યું હતું ત્યારે એક પક્ષીએ મધમાખીઓને ઉડાડતા ઉશ્કેરાયેલી મધમાખીઓએ આ પાંચ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો જેમાંથી ત્રણ વ્યકિતઓને મધમાખીઓએ વધારે ડંખ મારતા તેઓને વધુ ઈજાઓ થતાં આ ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક ગરબાડા CHC(સરકારી દવાખાના)માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે



