Back

વિજાપુર વસાઇ ડાભલા ગામે ઉજ્જવલ સંસ્થા દ્વારા નિરાધાર લોકો માટે ભોજન સેવા યજ્ઞ શરૂ કરાયો


વિજાપુર વસાઇ ડાભલા ગામે ઉજ્જવલા સંસ્થા દ્વારા નિરાધાર લોકો માટે ભોજન સેવા યજ્ઞ નો શુભારંભ કરાયો

વિજાપુર તા ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ બુધવાર
સૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )

વિજાપુર વસાઇ ડાભલા ગામ પાસે આવેલ જોગણીમાતા ના મંદીર સમીપ ભુખ્યા નો ભોજન અંતર્ગત ઉજ્જવલ સંસ્થા દ્વારા પરીવાર થી વિખુટા પડેલા નિરાધાર નિસહાય લોકો માટે ભોજન મળી રહે તે હેતુ ને લઈને ભોજન સેવા યજ્ઞ શરૂ કરવા માં આવ્યો છે જેને ઉજ્જવલ સંસ્થા નો સેવા કીય પ્રવૃત્તિ ને સ્થાનીક ધારાસભ્ય રમણ ભાઇ પટેલે ખુલ્લુ મુક્યું હતું જેમાં સંસ્થા સાથે જોડાયેલા તમામ સેવાઓ આપતા કાર્યકરો ઉપસ્થિત રહયા હતા આ સેવા પ્રવૃત્તિ શરૂ કરનાર સભ્ય એ જણાવ્યું હતુ સંસ્થા સાથે જોડાયેલ જોગણી માતા ના મંદીર ની સેવાઓ સાથે ભુખ્યા તરસ્યા નો પેટ ઠારવા નુ અમારી સંસ્થા ને સેવા નો લાભ મળ્યો છે અમો નિર્ધન નિસહાય નિરાધાર લોકો માટે ભોજન પીરસવાનુ શુભારંભ કરવામાં આવ્યો છે આ સેવા કાર્ય થી સંસ્થા સાથે જોડાયેલા તમામ ને આનંદ અને સંતોષ છે

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..