Back

સાપુતારા જતા માર્ગે નાનાપાડા ગામ પાસે દ્રાક્ષનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પો પલટયો

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં નાનાપાડા ગામ નજીક દ્રાક્ષનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો...     

ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દ્રાક્ષનો જથ્થો ભરી અમરેલી જઈ રહેલ આઈસર ટેમ્પો ન.જી.જે.03.બી.ડબ્લ્યુ.6182 જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં નાનાપાડા ગામ નજીકનાં યુટર્નમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો સહિત દ્રાક્ષનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ચાલક અને ક્લીનરને નજીવી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..