વઘઇમાં કોંગેસનું ઝાંઝવતી પ્રચાર પુરજોશમાં...
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે જિલ્લા પંચાયત સીટ અને તાલુકાની સીટના ઉમેદવારો સહિત વઘઇ સરપંચ મોહન ભોયે, રમેશ ભોયે અને પાર્ટીના કાર્યકરો ચૂંટણી પ્રચાર કરવા આજરોજ વઘઇમાં જન સંપર્ક કાર્યક્રમ હાથ ધરી મતદારોને રીઝવવા ના પ્રયાસો હાથ ધર્યા હતા કોંગ્રેસનો સિમ્બોલ એવો " કોંગ્રેસનો હાથ, જન જન ની સાથ" ના સૂત્રોસાર સાથે પેમ્પ્લેટ વિતરણ કરી વઘઇનાં મેઈન બજાર સહિત તમામ ફળિયાઓમાં ચૂંટણી પ્રચાર હાથ ધરી જિલ્લા પંચાયત વઘઇ સીટ ૧૮ નાં ઉમેદવાર ,ઘનશ્યામભાઈ નગીનભાઈ સોલંકી અને વઘઇ તાલુકા પંચાયત સીટ ૧૪ ના ઉમેદવાર સંગીતાબેન રમેશભાઈ ભોયે ને જંગી મતો થી જીત અપાવવા અપીલ કરવામાં આવી હતી



