Back

યુવતીના ફોટા સોશિયલ મિડીયા પર વાયરલ કરનાર હાલોલના ઇસમને પાસા હેઠળ જેલમા ધકેલાયો

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


હાલોલ તાલુકાના કથોલા ગામે મહુળી ફળિયામાં રહેતા યુવાને છોટાઉદેપુર જિલ્લાની એક યુવતીના વાંધાજનક ફોટા સોશિયલ મીડિયાના માધ્યમ મારફતે વાયરલ કરતા યુવતીએ છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેને લઇ છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે આ માનસિક વિકૃતિ ધરાવતા  આ  યુવાનની અટકાયત કરી તેને પાસા હેઠળ મોરબી ની જેલ ખાતે મોકલી આપતા ખળભળાટ મચી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના કથોલા ગામે મહુળી ફળિયામાં રહેતા ઉપેન્દ્ર કુમાર ઉર્ફે આકાશ ઘનશીંગભાઈ સલાટે સોશિયલ મીડિયા પર ફેસબુકના માધ્યમથી છોટાઉદેપુર જિલ્લા ખાતે રહેતી એક યુવતીના વાંધાજનક ફોટા વાયરલ કર્યા હતા જેમાં યુવતીના ફોટા વાયરલ થતા યુવતીએ આ અંગે છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ ની ગંભીરતાને જોઈને છોટાઉદેપુર જિલ્લા પોલીસમથકના એલ.સી.બી.ના પી.આઇ પટેલની માર્ગદર્શન અને સૂચના હેઠળ એલ.સી.બીની પોલીસ ટીમે યુવતીના ફોટા વાયરલ કરી યુવતીને બદનામ કરવાનો કારસો રચનાર ભૂપેન્દ્ર ઉર્ફે આકાશને ટેકનોલોજીના માધ્યમથી શોધખોળ હાથ ધરી હતી જેમાં તે હાલોલ તાલુકાના કથોલા ગામે રહેતો હોવાનું જણાતા પોલીસે તેને ઝડપી લઈ   છોટાઉદેપુર પોલીસ મથક ખાતે લઈ જાય તેની આ માનસિક વિકૃતિ બદલ પાસા હેઠળ ના કાગળિયા કરી છોટા ઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે પાસાની દરખાસ્ત મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટનાઓએ દરખાસ્ત પર મહોર મારતા છોટાઉદેપુર એલ.સી.બી પોલીસે ઉપેન્દ્ર કુમાર ઉર્ફે  આકાશને પાસા હેઠળ મોરબી ની જેલ ખાતે ધકેલી દીધો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીના ફોટા વાયરલ કરી તેને બદનામ કરનાર માનસિક વિકૃતિઓ ધરાવતા ઉપેન્દ્ર કુમાર ઉર્ફે આકાશને પાસા હેઠળ મોરબીની જેલમાં ધકેલતા હાલોલ પંથક સહિત છોટાઉદેપુર જિલ્લા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..