Back

હાલોલમાં ડોકટરોએ કોરોના વેકસીન મૂકાવી

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મંગળવારે કોરોના રસીકરણના ત્રીજા દિવસે હાલોલની ખાનગી હોસ્પિટલો તેમજ ખાનગી દવાખાનાના તબીબો તેમજ હોસ્પિટલો અને દવાખાનામાં  મેડિકલ સ્ટાફ સહીત અન્ય સ્ટાફને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો જેમાં જિલ્લા રક્તપિત્ત અધિકારી અને હાલોલ તાલુકા લાયઝન ડો.અરુણકુમાર તેમજ હાલોલ તાલુકા આરોગ્ય વીભાગના અધિકારી ડો પરેશ જોષી  ના નિરીક્ષણ હેઠળ નગરના  તબીબો તેમજ તેઓના મેડિકલ સ્ટાફે   કોરોના સામે રક્ષણ આપતી કોરોના કોવિડ રસી મુકાવી હતી જેમાં હાલોલ નગર ખાતે ખાનગી હોસ્પિટલ ધરાવતા અને શહેર ભાજપા પ્રમુખ ડો.સંજય પટેલ, ડો.દિપક જોશી ડો.સુનિલ શાહ, ડો.પાર્થ દવે,ડો.અતીત સોની ડો.દ્રષ્ટિ સોની, ડો.સંજય પટેલ ડો.ગૌરાંગ પટેલ સહિતના તબીબોએ કોરોના રસી મુકાવી હતી જ્યારે ખાનગી હોસ્પિટલો અને દવાખાનાના મેડિકલ સ્ટાફ સહિત અન્ય સ્ટાફને પણ કોરોના સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી હતી   

ગત શનિવારથી હાલોલ તાલુકામાં કોરોના  રસીકરણનું અભિયાન હાથ ધરાયુ હતું જેમાં જિલ્લામાંથી તાલુકાને ફાળવાયેલ  100 જેટલા કોરોના રસીના ડોઝ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તાલુકાના આરોગ્ય વિભાગના ડોકટરો પેરામેડીકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફને પ્રથમ જથ્થા માંથી ફાળવાયેલ 100 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા જેમાં મંગળવારે ફરી 100 ડોઝ જિલ્લા દ્વારા ફાળવવામાં આવતા નગરના ખાનગી તબીબો અને તેઓના સ્ટાફને કોરોના રસીનો ડોઝ આપવાની કવાયત હાથ ધરાઈ હતી જેમાં સાંજ સુધીમાં 80 જેટલા ડોઝ આપી દેવામાં આવ્યા હતા જ્યારે બાકીના રસીના ડોઝ આપવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ રહેવા પામી હતી જ્યારે રસી મુકાવનાર નગરના તમામ તબીબોએ એકી સુરે જાહેર જનતાને અપીલ કરી હતી કે કોરોના સામે રક્ષણ આપતી વેકસીન કોઈ પણ રીતે જોખમી નથી માટે કોઈ પણ જાતની અફવાઓમાં પ્રેરાયા વિના સૌએ કોરોના રસી મુકાવી જોઈએ અને સમગ્ર દેશ સહિત  હાલોલ તાલુકાને કોરોના મુક્ત કરવાના અભિયાનમાં આગળ આવી ભાગ લઈ આગામી દિવસોમાં પ્રત્યેક વ્યક્તિએ કોરોના રસી અવશ્ય મુકાવી જોઈએ.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..