Back

મેઘરજના ભાટકોટા અને ઝરડામાં સ્વં સહાય જૂથની મહિલાઓને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શિવણ તાલીમ હાથ ધરાઈ

મેઘરજના ભાટકોટા અને ઝરડામાં સ્વં સહાય જૂથની મહિલાઓને  રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શિવણ તાલીમ હાથ ધરાઈ

અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ 

અરવલ્લીમાં રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રામ વિકાસની સાથે મહિલાઓને આર્થિક રીતે પગભર કરી સરકારશ્રીના મહિલા સશક્તિકરણ કાર્યક્રમને વેગ આપવા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે,છેલ્લા એક વર્ષથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અરવલ્લીમાં પોતાના કાર્યક્ષેત્રના મેઘરજ,માલપુર અને ભિલોડા તાલુકાના ગામોમાં 65 જેટલા સ્વં સહાય જુથો સાથે જોડાઈને મહિલાઓના જૂથને સક્રિય કરવાની કામગીરીની સાથે સાથે સરકારી યોજના વિષયક માર્ગદર્શન અને અમલીકરણ કરવાની  કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તાજેતરમાં મેઘરજ તાલુકાના ઝરડા અને ભાટકોટા ગામની સ્વં સહાય જૂથની મહિલાઓની માંગ અને જરૂરિયાતને  ધ્યાનમાં રાખી 60 જેટલી મહિલાઓ સાથે ગ્રામીણ લેવલે જ શિવણ તાલીમ આયોજન હાથ ધરવામાં આવી, જેમાં મહિલાઓ પોતાની રોજિંદી પ્રવૃત્તિ માંથી બપોરના નવરાશના સમયે ઘર આંગણે જ તાલીમમાં પૂરતા પ્રમાણમાં સમય ફાળવી કંઈક નવું શીખવાના હેતુથી તાલીમ આયોજન હાથ ધરાયુ  ,જેમાં દૈનિક ચાર કલાક જેટલો સમય ફાળવીને શિવણ શીખવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો,તાલીમનો સમયગાળો એક મહિનાનો હોવાથી સહભાગી તાલીમાર્થી મહિલાઓ શક્ય એટલુ ઝડપી શીખવાની ધગશ સાથે તાલીમમાં સહભાગી થયા હતા તાલીમને સફળ બનાવવા રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ અને સ્વં સહાય જૂથના સક્રિય પ્રતિનિધિઓનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..