Back

છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મરીન પીપાવાવ પોલીસ*

છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મરીન પીપાવાવ પોલીસ

 ડી.જી.પી. સાહેબશ્રી ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ ચાલી રહેલ હોય જે અન્વયે શ્રી અશોકકુમાર સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ તથા અમરેલી જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ  નાઓએ આવા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી કે. જે. ચૌધરી સાહેબ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેના અનુસંધાને મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૩૫/૧૯ આઈ.પી.સી. કલમ- ૪૯૮(ક), વિ.મુજબના ગુન્હાના કામે  નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે. આરોપી-

ધીરુભાઈ કરશનભાઈ ચૌહાણ રહે.કોવાયા તા.રાજુલા જિ. અમરેલી

આ કામગીરીમા સામેલ અધીકારી/કર્મચારીની ટીમ-

આ કામગીરી પોલીસ અધીક્ષક સાહેબનાઓની સુચનાથી મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી ડી.એ.તુવર તથા પોલીસ સ્ટાફના હેડ.કોન્સ. જયેન્દ્રભાઈ સુરિંગભાઈ તથા પોલીસ કોન્સ. ગોકુળભાઈ મખાભાઈ તથા પોલીસ કોન્સ. ભરતભાઈ માનસંગભાઈ તથા લોકરક્ષક મહેશભાઈ ગણેશભાઈની ટીમે કરેલ છે.

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..