Back

અરવલ્લી જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ મોડાસા ખાતે યોજાશે

અરવલ્લી જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ મોડાસા ખાતે યોજાશે

અહેવાલ : ભરતસિંહ ઠાકોર મેઘરજ 

જિલ્લા કલેક્ટરશ્રી  અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતા  અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી સભાખંડમાં ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્ટેજ, પરેડ, આમંત્રણ પત્રિકા, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, આરોગ્ય, પાણી અને લાઈટ, સફાઇ અંગેની કામગીરી જુદા-જુદા વિભાગોને કામગીરી સોંપવામાં આવી હતી. ધ્વજવંદન કાર્યક્રમમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પણ કર્મચારીઓ ધ્વજવંદનમાં ઉપસ્થિત રહેવાની સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી મંયક પટેલ, મામલતદાર શ્રી ગઢવી, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય પર્વની ઉજવણી કોરોના ગાઇડલાઇન મુજબ થાય તેવી સુચારૂ વ્યવસ્થા ગોઠવવા ની સૂચના આપવામાં આવી હતી.


મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..