Back

જિલ્લા શિક્ષણ વિભાગ મોરબી દ્વારા ટંકારા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

જિલ્લા શિક્ષણ વિભાગ મોરબી દ્વારા ટંકારા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

૧૦૦ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ૬૧ યુનિટ બ્લડ એકત્ર કરાયું

શિક્ષણ સચિવ વિનોદરાવની પેરણાથી આજ રોજ ટંકારા ખાતે ટંકારા મામલતદાર એન.બી.શુક્લ અધ્યક્ષ સ્થાને રક્તદાન કેમ્પને દિપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કેમ્પમાં ૧૦૦ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ૬૧ યુનિટ બ્લડ એકત્ર કરાયું

આ કેમ્પમાં ટંકારા તાલુકા વિકાસ અધિકારી તરખલાસી.એચ.સી. હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.ચીખલીયાએ.ઈ.આઈ.  મેરજા ભાલોડિયાલાઈફ બ્લડ સેન્ટર રાજકોટના પબ્લિક રિલેશન ઑફિસર સુલેમાનભાઈ નારીયાકિરીટભાઈ ભટ્ટ તથા તેની ટિમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તમામ રક્તદાતાઓને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને બ્લડ બેન્ક તરફ થી પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવી હતી

મોરબી જિલ્લા આચાર્યસંઘના પ્રમુખ સરસાવડિયાલાલજીભાઈ કગથરાએસવીએસ કન્વીનરશ્રી આર.પી.મેરજાસહ કન્વીનર દિલીપભાઈ બારૈયાબીઆરસી કોર્ડીંનેટર કલ્પેશભાઈ ફેફરમોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજામંત્રી નિલેશભાઈ કુંડારીયાતાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ યોગેશભાઈ ઘેટિયામંત્રી વિજયભાઈ ભાડજાતાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહા મંત્રી વિરમ ભાઈ દેસાઈકેતન ભાઈ ભાગીયા ઉપસ્થિત રહયા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા યજમાન શાળાના આચાર્યા અસ્મિતાબેન ગામી,  આર.પી.મેરજાયોગેશભાઈ ઘેટિયાબળદેવભાઈ કાનાણીજસ્મતભાઈ સંઘાણીપ્રેગ્નેશભાઈસ્ટાફ મિત્રો તથા પ્રાથમિક શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી યશસ્વી કામગીરી કરી હતી.

આ કેમ્પને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકી અને જિજ્ઞાબેન અમૃતિયાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..