Back

જિલ્લાના રાજપીપલા અને દેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ રેશનકાર્ડ ધારકોને હુકમોનું વિતરણ થશે

જિલ્લાના રાજપીપલા અને દેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ રેશનકાર્ડ ધારકોને હુકમોનું વિતરણ થશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવિષ્ટ નવા લાભાર્થીઓનુ વિડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી અભિવાદન કરાશે

જિલ્લાના રાજપીપલા અને દેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ રેશનકાર્ડ ધારકોને હુકમોનું વિતરણ થશે

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા.૨૦મી જાન્યુઆરી, ૨૦૨૧ બુધવારના રોજ રાજયના ૧૦૦ જેટલા તાલુકાઓમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવશે થયેલ નવા લાભાર્થીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અભિવાદન કાર્યક્રમના કરાયેલા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આ દિવસે બપોરે ૨.૦૦ થી ૩.૩૦ કલાક દરમિયાન રાજપીપળામાં સરદાર ટાઉનહોલ ખાતે પૂર્વ રાજયમંત્રી શબ્દશરણભાઈ તડવી તથા દેડિયાપાડા તાલુકામથકે દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પૂર્વ સંસદીય સચિવી હર્ષદભાઈ વસાવા સહિતના મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

સ્થાનિક કાર્યક્રમમાં કોવિડ-૧૯ દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા અને આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ કામગીરી અંગેની ફિલ્મ તેમજ કિસાન સૂર્યોદય યોજનાના ફિલ્મનું નિદર્શન ઉપરાંત લાભાર્થીઓના અભિવાદનની સાથે રેશનકાર્ડનું વિતરણ પણ કરાશે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..