Back

ગરબાડા તાલુકા મા આજે તારીખ ૧૯ના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવીડ-૧૯ રસીકરણ નો પ્રારંભ

ગુજરાત માં ૧૬ જાન્યુઆીથી કોવિડ-૧૯ રસીકરણ નો પ્રારંભ થઇ ગયો છે ત્યારે ગરબાડા મા આજે તારીખ ૧૯ ના રોજ ગરબાડા (નવફળિયા) ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ-૧૯ રસીકરણ ની શરૂઆત  ગરબાડા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.અશોક ડાભીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી

જેમાં ગરબાડા તાલુકામા સૌ પ્રથમ ગરબાડા CHC ના ડોકટર આર.કે મેહતા એ કોવીડ-19 વેક્સિન ની રસી મુકાવી હતી ત્યારબાદ બ્લોક હેલ્થ ઓફિસર ડો.અશોક ડાભી એ રસી મુકાવી રસીકરણ નો લાભ લીધો હતો અને ત્યાં ઉપસ્થિત અન્ય ડોકટરો અને કર્મચારીઓને પણ રસી મુકાવવા માટે મોટીવેટ કર્યા હતા 

ત્યારબાદ ડોકટર સહિત ૧૦૩ જેટલા આરોગ્ય કર્મચારીઓને વેક્સિન ની રસી આપવામાં આવી હતી 

ડો.આર.કે મેહતા એ રસી લીધા બાદ જણાવ્યું હતું કે મે કોવિડ વેક્સિન પેહલો ડોઝ લીધો છે મને કોઈ તકલીફ થઈ નથી સાદું ઇન્જેક્શન લીધું હોય તેવો જ દર્દ અનુભવ થાય છે

ગરબાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..