ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં મહિલા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ડાંગ રિપોર્ટર ;- મદન વૈષ્ણવ
ભારતીય ઉદ્યમીતા વિકાસ સંસ્થાન (EDII), અમદાવાદ આયોજીત તેમજ મહિલા બાળવિકાસ નિગમ લિમિટેડ ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજીત મહિલા ઉદ્યોગસાહસિકતા જન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન બહેનો ની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના વઘઇ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહેનો પોતે પગભર થઇ શકે અને બહેનોમાં રહેલી આવડત થી બહેનો પોતે આગળ આવે અને પોતાના લીધે સ્વ નિર્ભર થઈ શકે તે માટે અને સરકારી યોજના વિશે ૫૦ થી વધારે મહિલા અને યુવતીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્વરોજગારીની તકો વધારવા માટે મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહિત કરવા હાકલ કરવામાં આવી હતી . મહિલાઓ પોતે રોજગાર મેળવી પગભર થઈ શકે અને કામ અર્થે બહાર જવું ન પડે તે માટેનું માર્ગદર્શન મીહીરભાઈ પટેલ - ભારતીય ઉધ્યમિતા વિકાસ સંસ્થાન (અમદાવાદ, પ્રોગ્રામ કૉ- ઓર્ડીનેટર તથા જયોતી બેન પટેલ - મહિલા કલ્યાણ અધિકારી, આહવા દ્વારા આપવામાં આવ્યું હતું. સાથે મહિલાઓને સ્વરોજગારી કેવી રીતે મેળવી શકાય તેની માહિતી પણ આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી આ કાર્યક્રમ વેળા મહિલા પ્રતિનિધિ રંજીતાબેન પટેલ, જહિદાબેન ગામના પંકજ પટેલ, રિતેશ પટેલ, જય આહિર, સહિત વઘઇ નગરની બહેનો ઉપસ્થિત રહી હતી



