Back

અરવલ્લી મા 26 જાન્યુઆરી ઉજવણીના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

અહેવાલ 

માલપુર :હિતેન્દ્ર પટેલ 

અરવલ્લી મા 26 જાન્યુઆરી ઉજવણીના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ 

૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી  અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતા  અને જિલ્લા વિકાસ અધિકારી ડો. અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી સભાખંડમાં ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્ટેજ, પરેડ, આમંત્રણ પત્રિકા, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, આરોગ્ય, પાણી અને લાઈટ, સફાઇ અંગેની કામગીરી જુદા-જુદા વિભાગોને કામગીરી સોંપવામાં આવી હતી. ધ્વજવંદન કાર્યક્રમમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પણ કર્મચારીઓ ધ્વજવંદનમાં ઉપસ્થિત રહેવાની સૂચના આપવામાં આવી હતી.આ બેઠકમાં પ્રાંત અધિકારી મંયક પટેલ, મામલતદાર ગઢવી, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય પર્વની ઉજવણી કોરોના ગાઇડલાઇન મુજબ થાય તેવી સુચાઓ સારૂ વ્યવસ્થા ગોઠવવા ની સૂચના આપવામાં આવી હતી.


માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..