નર્મદા જિલ્લામાં આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વરકર્સ પગારથી વંચિત, યુથ કોંગ્રેસ આવ્યું વ્હારે જિલ્લા કલેકટર ને રજુઆત કરી
નર્મદા જિલ્લામાં આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વરકર્સ પગારથી વંચિત, યુથ કોંગ્રેસ આવ્યું વ્હારે જિલ્લા કલેકટર ને રજુઆત કરી
કોરોના મહામારીમાં ફરજ બજાવી પણ પગાર ના ફાંફાં
કોરોના વોરિયર્સ નું શોષણ : તટસ્થ તાપસ થાય તેવી કર્મચારીઓ ની માંગ...???!!!
રાજપીપળા : જુનેદ ખત્રી
કોરોના મહામારીમાં કોરોનાવાયરસ તરીકે ફ્રન્ટલાઈન માં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓને પગાર માટે વલખા મારવા પડી રહ્યા છે નર્મદા જિલ્લામાં આઉટ સોરસિંગમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કરો ને બે મહિનાથી પગાર ન થતાં તેઓએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે ઉપરાંત તેઓનો કોન્ટ્રાક્ટ રિન્યુ પણ ન થયો હોવાની ફરિયાદ પણ કરી છે તેઓનો પગાર ૧૮,૫૦૦ /- ચોપડે બોલે છે પરંતુ તેઓને ફક્ત ૯,૫૦૦/-પગાર ચૂકવાયો હોવાની ફરિયાદ પણ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આ બાબતે રજુઆત કરતા એજન્સી તેમને કોન્ટ્રાકટ માંથી છુટા કરી દેવાની ધમકી આપે છે ફિમેલ હેલ્થ વર્કરો જિલ્લાના અંતરિયાળ ગામો માંથી નોકરી કરવા આવે છે ઉપરાંત ઘરનું ભાડું ભરવું પણ તેઓને મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે તેઓની માંગ છે કે તેમને યોગ્ય વળતર મળે ઉપરાંત બાકી પડતા મહિનાનો પગાર સત્વરે થાય તેવી માંગ કરી છે યુવક કોંગ્રેસ દ્વારા ફિમેલ હેલ્થ વર્કરો ની સાથે રહી તેમની માંગો જલ્દીથી પુરી થાય તેવી રજુઆત કરી હતી



