Back

વડોદરા જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની મિટિંગ યોજાઇ.

વડોદરા જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની મિટિંગ જીલ્લા ભાજપ કાર્યાલય વડોદરા ખાતે રાખવામાં આવી જેમાં મહંમદ ભાઈ સિંધી સહિત લઘુમતી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા

આજ રોજ વડોદરા જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની મિટિંગ જીલ્લા ભાજપ કાર્યાલય વડોદરા ખાતે રાખવામાં આવેલ હતી જેમાં આવનારી  તાલુકા -  જીલ્લા -નગરપાલિકા ની ચૂંટણી માં લઘુમતી મતદારો ને ભાજપ તરફી વધુ માં વધુ મતો મળે તેનું આયોજન કરવા અને ભાજપ આવનારી સ્થાનિક  સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજયી બને અને તેમાં  લઘુમતીઓ પણ મોટી સંખ્યામાં જોડાય તેવી સમજ જિલ્લા પ્રમુખ અશ્વિન ભાઈ પટેલ એ તમામ હોદ્દેદારો ને આપી હતી જેમાં ઉપસ્થિત પ્રદેશ લઘુમતી મોરચા ના વડોદરા જિલ્લા ઇન્ચાર્જ અહેમદ ભાઈ પટેલ જીલ્લા લઘુમતી મોરચા ના પ્રમુખ હાજી હસન ભાઈ મન્સૂરી , મહંમદ ભાઈ સંધિ , અહેમદ સંધિ , ,(  કોર્પોરેટર કરજણ નગર પાલિકા )  અમીન ભાઈ મેમણ, સિકંદર ખાન પઠાણ , તેમજ જિલ્લા -  તાલુકા ના લઘુમતી મોરચા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર...ફૈઝ ખત્રી

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..