Back

પૂર્વ કચ્છના કિડાણા ખાતે બનેલ બનાવ સંદર્ભે સોશોયલ મીડિયાપર પોલીસની બાજ નજર ઉશ્કેરણી જનક મેસેજ કરનારાઓ વિરુદ્ધ થશે કાર્યવાહી

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


પૂર્વ કચ્છના કિડાણા ખાતે બનેલ બનાવ સંદર્ભે સોશોયલ મીડિયાપર પોલીસની બાજ નજર ઉશ્કેરણી જનક મેસેજ કરનારાઓ વિરુદ્ધ થશે કાર્યવાહી



હાલમાં કચ્છ જિલ્લામાં અસામાંજીક તત્વો દ્રારા સોશીયલ મીડીયાના માધ્યમથી કોમી એકતાતે તોડવાના પ્રયત્નો થઇ રહ્યું હોવાનું પોલીસના ધ્યાને આવેલ છે. આવા કૃત્ય કરનાર તમામ આરોપીઓને શોધી તેઓની ઉપર ગુનાઓ દાખલ કરવાની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુલુમાં છે. પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાની જાહેર જનતાને પોલીસ દ્રારા નમ્ર અપીલ કરવામાં આવે છે કે, કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે લોકોએ ખોટી અફવામાં આવવું નહી અને સોશીયલ મીડીયાના માધ્યમથી ખોટા ઓડીયો મેસેજ વિડીયો કલીપ બનાવી ખોટા મેસેજો વાયરલ કરવા નહીં પૂર્વ કરછ ગાંધીધામ જિલ્લાની સાયબર સેલ ટીમો દ્વારા સોંશીયલ મીડીયા પર સતત વોચ રાખવામાં આવી રહેલ છે. જો સોશીયલ મીડયામાં આવા ખોટા ઓડીયો કલીપ કે વિડીયો કલીપ વાયરલ કરવામાં આવશે તો તેવા ઇસમો વિરૂધ્ધ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જેથી પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાની જાહેર જનતાને કચ્છની કોમી એકતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે તેમજ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ઉપર ખોટા મેસેજો વિડીયો કલીપ કે ઓડીયો મેસેજ વાયરલ કરતા ઇસમો ધ્યાને આવે તો તાત્કાલીક પોલીસની સંપર્ક કરવા પોલીસ દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે

ગાંધીધામ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..