રાજુલા તાલુકાના ખાંભલીયા ગામે રામાપીરની બીજ નિમીતે ઉજવણી કરાઇ
રાજુલા તાલુકાના ખાંભલીયા ગામે રામાપીરની બીજ નિમીતે ઉજવણી કરાઇ
રાજુલા તાલુકાના ખાંભલીયા ગામે આવેલ રણુજાધામ મંદિરે બીજ ની ઉજવણી કરવામાં આવી હતી
કોરોનાની મહામારીને કારણે તમામ દર્શનાર્થીઓએ સરકારની ગાઇડલાઇન મુજબ દર્શન તેમજ આરતીનો લાભ લીધો હતો.મંદીરના મંહત બીજલ ભગતે આ કોરોના મહામારીનો નાશ થાય તે માટે રામદેવપીર પાસે પ્રાર્થના કરી.લોકોને તકેદારીના પગલા રાખવા સંદેશો પાઠવ્યો હતો તેમજ બાબરીયાધાર ગામના મહેતા પરીવારના
યોગેશભાઈ મહેતા,અશ્વિનભાઈ મહેતા દ્વારા દશઁનાથીેઓને પ્રસાદી રૂપે બપોરનું ભોજન પીરસવામાં આવ્યું હતું આ બિજના પ્રસંગે હાજર રહેલા રાજુલા તાલુકા પંચાયતના માજી પ્રમુખ વલકુભાઈ બોસ.રાજુલા લઘુમતી મોરચાના મહામંત્રી આશીફભાઈ કલાણીયા.ગીરીશભાઇ ગૌસ્વામી.હરેશ લુણી.પરેશ ખોજીજી.રાજુ માધાણી.મહેશ ખોરાસીયા સહીતના લોકોએ દર્શનનો લાભ લઈ હાજરી આપી હતી
યોગેશ કાનાબાર
રાજુલા




