Back

ઝરપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

આરોગ્ય કર્મીઓને કોરોના પરીક્ષણ માટે રેપીડ ટેસ્ટની તાલીમ અપાઈ

મુન્દ્રા : તાજેતરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા ખાતે સ્ટાફ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. સંજય યોગીની ટીમ દ્વારા કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ  કોરોના પરીક્ષણ કરી શકે તે માટેની રેપીડ ટેસ્ટ  અને તેનું ઓનલાઈન રિપોર્ટિંગ કરવા અંગેની તાલીમ આપવામાં આવી હતી. 

કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. ક્રિષ્નાબેન ઢોલરીયાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ તાલીમથી ભવિષ્યમાં જરૂર જણાયથી મુન્દ્રા, ધ્રબ અને ઝરપરામાં ફિલ્ડ લેવલે કોરોના પરીક્ષણ થઈ શકશે. આ ઉપરાંત તમામ કર્મચારીઓને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ અને હૃદયના ધબકારા માપવા માટેનું  પલ્સ ઓક્સિમીટર આપવામાં આવેલ જે કોરોનાનું ત્વરિત નિદાન કરવા માટે ઉપયોગી થશે અને લોકોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવી શકાશે.

કેન્દ્રના સુપરવાઈઝર પ્રકાશ ઠક્કરે ચોમાસા બાદ તકેદારી રાખીને મચ્છરના પોરાની ઉત્પત્તિ અટકાવવામાં આવે તો નજીકના સમયમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગોથી લોકોને બચાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત માતૃ બાળ કલ્યાણ, રસીકરણ, કુટુંબ કલ્યાણ, ટી.બી., પોલિયો જેવા તમામ આરોગ્ય લક્ષી મુદ્દાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..