Back

1200 શ્રમિકો સાથે ની ટ્રેન રાજકોટ થી ઉત્તરપ્રદેશ થઈ રવાના..

રાજકોટ શહેર ની 35 વર્ષ જૂની સંસ્થા કાનુડામિત્ર મંડળ દ્વારા આજની શ્રમિકો ની ટ્રેન માં પણ આર્થિક સહાય,ફૂડ પેકેટ, માસ્ક અને બાળકો માટે ના રમકડા નું વિતરણ પણ કરવા માં આવ્યું હતું.

રાજકોટ થી ઉત્તરપ્રદેશ જતા 1200 જેટલા શ્રમિકો ને કોરોના ના આ કપરા સમય માં પોતાના વતન પરત ફરવા બીજી ટ્રેન ની વ્યવસ્થા કલેકટરશ્રી  દ્રારા કરવા માં આવી હતી જેમાં તમામ અધિકારીઓ હજાર રહી સુંદર કામગીરી કરી હતી ત્યારે કાનૂડામિત્ર મંડળ દ્રારા આજે  855 શ્રમિકો ની ટિકટ ખર્ચ કાનૂડામિત્ર મંડળ દ્રારા ચૂકવવા માં આવ્યો હતો અને તે ઉપરાંત ફૂડ પેકેટ જેમાં 5 નમકીન પેકેટ, 2 બિસ્કિટ પેકેટ, અમુલ ટેટ્રા બટર મિલ્ક, થેપલા આ ઉપરાંત બાળકો માટે બિસ્કિટ,ચોકલેટ અને રમકડા ભરેલી કીટ નું પણ વિતરણ કર્યું હતું તેમજ દરેક ને વોશેબલ ફેસ માસ્ક અને સ્ટેશન પર દરેક શ્રમિકો ને ચા નાસ્તા ની વ્યવસ્થા પણ કાનુડા મિત્ર મંડળ દ્રારા કરવા માં આવી હતી...તેમજ ટ્રેન ના દરેક ડબ્બા માં એક એક સેનેટાઈઝર, 1 હેન્ડવોશ લિકવિડ,  2 ડેટોલ સાબુ પણ કાનુડામિત્ર મંડળ દ્રારા મુકવા મા આવ્યા હતા.

આ માટે ની તમામ વવસ્થા કાનુડામિત્ર મંડળ ના  પ્રમુખ કેતનભાઈ પટેલ, અનિલભાઈ દેસાઈ, કમલેશભાઇ શાહ, ગજેન્દ્રસિંહ રાઠોડ,રાકેશભાઈ રાજદેવ, રૂપલબેન રાજદેવ, વિભાસભાઈ શેઠ, કૃણાલભાઈ મણિયાર અને તમામ કાનુડા મિત્ર મંડળ ના દરેક સભ્યો દ્રારા કરવા મા આવી હતી.