Back

દેવગઢ બારીઆ તાલુકા ના મોટીઝરી ગામે સર્જાયો અકસ્માત

  પ્રાપ્તમાહિતી અનુસાર દેવગઢ બારીઆ તાલુકા ના મોટીઝરી ગામે ત્રણ રસ્તા પાસે ગઈ કાલે સાંજના આઠેક વાગ્યાના અરસામાં બે ટ્રક સામ સામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતાં એક ખેડૂતના ઘર આંગણે બાંધેલી ચાર ભેંસો મૃત્યુ પામી હતી અને એક ટ્રક ચાલક પણ મૃત્યુ પામ્યો હતો. ઘટનાની જાણ થતાં દેવગઢ બારીઆ પોલીસ તેમજ નગરપાલિકા ફાયરબ્રિગેડ અને ગ્રામ જનો ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 


વાત્સલ્ય ન્યુઝ 

દેવગઢ બારીઆ