Back

હાલોલના મોઘાવાડા વિસ્તારને વહિવટી તંત્ર દ્વારા કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યો

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



હાલોલ નગરમાં પાવાગઢ રોડ ખાતે આવેલ મોઘાવાડામાં ગુરુવારે 74 વર્ષીય આઘેડને કોરોના પોઝિટિવ આવતા વહીવટી તંત્ર દ્વારા મોઘાવાડાના 45 મકાનોના 145 લોકોને આવરી લઈ આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો હતો. ગત દિવસોમાં કોરોના મુક્ત થયેલ હાલોલ નગરમાં  ફરી એકવાર કોરોનાએ દસ્તક દેતા નગરજનો સહિત વહીવટી તંત્ર કભી ખુશી કભી ગમ ની મુદ્રામાં આવી ગયા હતા. 

    હાલોલ નગરના મોઘાવાડા ખાતે રહેતા 74 વર્ષીય આધેડ સમસૂદ્દીન વોહરા નો  ગુરુવારે કોરોના કોવિડ 19 રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવતા આ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો એક તરફ અગાઉના તમામ 10 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફરતા નગરજનોએ તેમજ વહીવટી તંત્રે હાશકારો લઈ ખુશી વ્યક્ત કરી હતી અને હાલોલ નગર સંપૂર્ણ કોરોના મુક્ત થયું હતું પરંતુ  ગુરુવારે ફરી કોરોનાનો  1 દર્દી મળી આવતા વહીવટી તંત્ર દોડતું થયું હતું જેમાં વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર, મોઘાવાડા ખાતે દોડી આવ્યું હતું અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી કોરોનાગ્રસ્ત આઘેડન સીધા સંપર્કમાં આવેલા 7 જેટલા લોકોને  હાલોલની તાજપુરા ખાતે આવેલ કોવિડ 19 હોસ્પિટલમાં સરકારી ફેસિલિટીમાં કોરોન્ટાઇન કરાયા હતા જ્યારે 4 લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા હતા તેમજ મોઘાવાડા વિસ્તારના 45 મકાનોના 145 લોકોને આવરી લઈ આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો હતો હાલમાં આ વિસ્તારને તાત્કાલિક અસરથી  બેરીકેટ વડે બંધ કરી વિસ્તારને સીલ કરવા તંત્ર દ્વારા પતરા લગાવવા કવાયત હાથ ધરાઈ હતી જયારે આરોગ્ય વિભાગની ટિમ દ્વારા વિસ્તારના લોકોની મેડિકલ સંબંધે પૂછપરછ  તેમજ ચકાસણી  કરી જરૂરત જણાશે તો આ વિસ્તારના કેટલાક લોકોના કોરોના રિપોર્ટ કરાશે તેવું વિશ્વનિય સૂત્રો  પાસેથી જાણવા મળ્યું હતું હાલોલ શહેરમાં એક તેમજ તાલુકાના તરખંડાનો એક  એમ બે કેશ હાલમાં સક્રિય છે જયારે કોરોના દર્દી 74 વર્ષીય સમસુઉદ્દીન વોહરા ને વડોદરાની ગોત્રી ખાતે આવેલ કોવિડ 19  હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હોવાનું જાણવા મળ્યું હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..