Back

કાલોલ ના દેલોલ પાસે કાર ની ટક્કરથી શાકભાજી લેવા નીકળેલા મોટરસાયકલ ચાલક યુવાનનું મોત.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



કાલોલ તાલુકાના બેઢીયા ના પથરાવાળી મુવાડી  માં રહેતો ધર્મેશકુમાર ગણપતસિંહ ચૌહાણ ઉ.વ.૧૯ બુધવારે સવારમાં શાકભાજી અને કરિયાણા નો સામાન લેવા માટે પોતાના પિતરાઇ ભાઈ ની મોટરસાયકલ નં જી.જે ૧૭ બી.ઈ ૪૯૭૯ લઈને દેલોલ મુકામે જતો હતો ત્યારે સાડા આઠ વાગ્યા ના સુમારે દેલોલ સરદાર ની હોટલ પાસે એક ફોર વેહિકલ ગાડી નં  જી.જે. ૩૫ એચ ૨૦૩૩ ના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી ધર્મેશકુમાર ને પાછળ થી ટક્કર મારી દેતા મોટરસાયકલ સહિત રોડ પર પછડાઈ ગયો હતો અને તેના ઉપર ફોર વહીલ કાર હાથ અને પગો ઉપર ફરી વળતા માથે અને શરીર ઉપર ગંભીર ઈજા થતા સ્થળ ઉપર જ મરણ પામેલ જે અંગે ની જાણ મરણ જનાર ના પિતા ગણપતસિંહ ચૌહાણ ને તેઓ ના  નજરે જોનાર સંબધી દ્વારા થતા તેઓ સ્થળ ઉપર ગયેલ જ્યાં તેમનો છોકરો મરણ પામેલ જોવા મળ્યો હતો. ટોલનાકા ની એમ્બ્યુલન્સ આવતા તેની લાશ તેમાં મૂકી કાલોલ સરકારી દવાખાને લાવ્યા હતા અને કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કાર ઉપર"ઓન ડ્યુટી" નું  સરકારી સ્ટીકર લગાવેલ હતું કાલોલ પોલીસ દ્વારા પોકેટ કોપ મુજબ તપાસ કરતા આ કાર અલકાબેન પ્રવિણકુમાર પગી રે વેરું ફળિયું પો.ગામડી તા. સંતરામપુર જી.મહીસાગર ની હોવાનું જાણવા મળ્યુ છે.કાલોલ પોલીસે ઈ.પી.કો કલમ ૨૭૯, ૩૦૪ અ અને એમ.વી એકટ ની વિવિધ ક્લમો મુજબ ગૂનો નોંધી પી.એસ.આઈ કે.એચ.કારેણા દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..