Back

મહિલાઓ ના ખાતા માં નાખેલ નાણાં ઉપાડવા અને રોજીંદા ગ્રાહકો ની કાલોલ માં બેંકો માં લાગતી લાંબી લાઈનો .

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



● ગ્રાહક સેન્ટરો માં પણ પૈસા ઉપાડવા લાંબી લાઈન.

જેમ જેમ લોક ડાઉન ના દિવસો પસાર થાય છે તેમ તેમ મધ્યમવર્ગીય લોકો, નોકરિયાતો, શ્રમજીવીઓ,પેન્સનરો ની હાલત બદતર થતી જાય છે એમાં પણ મધ્યમવર્ગ ના માણસો ન કહેવાય કે ન સહેવાય તેવી પરિસ્થિતિમાં થી પસાર થઈ રહ્યા છે આ વર્ગ ના માણસો કોઈ પાસે હાથ લાંબો કરી શકે તે સ્થિતિમાં નથી હાલ બજારોમાં ઉધાર નું ચલણ મોટે બંધ કરેલ છે ત્યારે ઉદ્યોગો બંધ હોવાથી પગારદાર લોકો પરેશાન થઈ ગયા છે. સરકાર દ્વારા જરૂરિયાત વાળી મહિલાઓ ના ખાતા માં રૂ.૫૦૦/ ની રકમ જમા કરાવતા આ રકમ ઉપાડવા માટે સવારથી જ બેંકો પાસે મહિલાઓ સહિત લોકો ની લાઈનો લાગી જાય છે બેંકો ના ગ્રાહક સેવા કેન્દ્રો (કિઓસ્ક સેન્ટરો)પર પણ લાંબી લાઇનો જોવા મળે છે. જે બાબતે તપાસ કરતા રોજીંદા ગ્રાહકો અને ૫૦૦ જમા થયેલ મહિલા ખાતેદારો ની આ લાઇન હોવાનું જાણવા મળ્યુ છે કાલોલ ટાઉનબીટ પોલીસ જમાદાર અને સ્ટાફ દ્વારા બેંકો પાસે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને ચોક્કસ અંતરે ઉભા રહી લોકોએ પણ પોતાનો નાગરિક ધર્મ બજાવ્યો હતો.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..