Back

4 દિવસથી રેપિડ કીટ માંગી રહ્યું છે ગુજરાત, જો આ કીટ મળે તો 10 મિનિટમાં થઇ શકે છે એક ટેસ્ટ

વિશાલ બગડીયા ગાઘીંનગર 


ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને ગુજરાતમાં સાઇલેન્ટ કરીઅરને શોધવા માટે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર પાસે રેપિડ ટેસ્ટિંગ કીટ મંગાવી છે. પરંતુ છેલ્લા 4 દિવસથી આ કીટ હજુ સુધી ગુજરાત સરકારને મળી નથી, તો બીજી બાજુ હાલ જે ટેસ્ટ થઈ રહ્યા છે તેમાં ટાઇમ વધુ થાય છે, તેથી જો ગુજરાતને રેપિડ કીટ વહેલી આપવામાં આવે તો ટેસ્ટિંગ ઝડપી થઈ શકે તેમ છે.
હાલ 24 કલાકમાં માત્ર 1 હજાર ટેસ્ટ થાય છે
રેપિડ કીટમાં એવું હોય છે કે, કોઈ વ્યક્તિમાં રોગના લક્ષણો હોય તો તાત્કાલિક ધોરણે ખબર પડી શકે છે. આ રેપિડ ટેસ્ટ બાદ રૂટિન ટેસ્ટ પણ કરવા સહેલા પડે તેમ છે, એટલે કે હાલ જે ટેમ્પરેચર ગન અને થર્મલથી જે ચેક થાય એનાથી આગળના સ્ટેપમાં રેપિડ ટેસ્ટ થઈ શકે છે, હાલ ગુજરાતમાં રોજના 24 કલાકમાં માત્ર 1000 ટેસ્ટ થાય છે, જો રેપિડ ટેસ્ટ કરવામાં આવે તો 10 મિનિટમાં જ ટેસ્ટ થઇ શકે છે.

કોરોનાના મહતમ ટેસ્ટ કરવાની દિશામાં કામગીરી શરૂ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના મહતમ ટેસ્ટ કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ માટેની રેપિડ ટેસ્ટ કીટ ગુજરાતને આવતા હજુ બે દિવસમાં મળી જવાની શકયતા છે. રાજય સરકારના માહિતગાર સૂત્રોએ એમ જણાવ્યું છે કે ચીન તથા દક્ષિણ કોરિયાથી રેપિડ ટેસ્ટ કીટ મંગાવવામાં આવી છે.

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..