Back

ડાંગ જિલ્લા તાલુકા પેન્શનર્સ મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા.૫૦૦૦ નો ચેક અર્પણ

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ

ડાંગ.આહવા તા.૦૮ઃ કોરોના વાઇરસના કહેરથી સમગ્ર વિશ્વ ત્રાહીમામ બની ગયું છે. સમગ્ર ભારત દેશમાં આપણું ગુજરાત રાજ્ય પણ કોરોના વાઇરસની લપેટમાં આવી ગયું છે. સરકારશ્રી દ્વારા કોરોના સામેની લાંબી લડાઇ લડવા માટે આવશ્યક અનેક પગલાઓ લેવાઇ રહયા છે.

લોકડાઉન ના ૨૧ દિવસ દરમિયાન કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય,સેનીટેશન,સુરક્ષા સહિતના તમામ પગલાઓ લેવાઇ રહયા છે ત્યારે નામી-અનામી અનેક સંસ્થાઓ પણ લોકો તથા સરકારશ્રીની વ્હારે આવી છે. લોકોના કલ્યાણ માટેના શરૂ કરાયેલ મુખ્યમંત્રી રાહતનિધિમાં વ્યક્તિગત તેમજ સંસ્થાકીય નાણાંકીય સહાયનો ધોધ અવિરત ચાલી રહયો છે. જેમાં ડાંગ જિલ્લા/તાલુકા પેન્શનર્સ મંડળ,આહવા-ડાંગ દ્વારા સી.એમ.ફંડમાં પેન્શનર્સ મંડળનું યોગદાન માટે રૂા.૫૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર પુરા/-) નો ચેક ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરને પ્રમુખ શ્રી ડી.બી.પાટીલ દ્વારા અર્પણ કરાયો હતો.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..